શંખેશ્વરની શિવશક્તિ અને કેશરીયા નગરના રહીશોએ પાણીના નિકાલ મામલે માર્ગ પર ચક્કા જામ કર્યો
હાઇવે ચક્કાજામના પગલે ટ્રાફિકની સમસ્યા સર્જાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી રહીશોને સમજાવી માર્ગને ખુલ્લો કરાવ્યો
પાટણ જિલ્લાના જૈન તિથૅ ધામ શંખેશ્વરની શિવશક્તિ સોસાયટી અને કેસરિયા નગર વિસ્તારના રહીશોએ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ વાજ આવી જઈ હાઇવે પર ચક્કાજામ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરતા હાઈવે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રહીશોએ ગ્રામ પંચાયત પ્રત્યે આક્રોશ વ્યક્ત કરી પાણીના નિકાલ મામલે યોગ્ય પગલાં લેવા અને વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી.
શંખેશ્વર માં છેલ્લા 20 દિવસ થી શિવશક્તિ સોસાયટી અને કેસરિયા નગર માં વરસાદ ના પાણી ઢીંચણ સુધી ભરેલા છે અને છેલ્લા 4 દિવસ થી ભારે વરસાદના કારણે ગામનું મોટું તળાવ ઓવર ફ્લો થતાં સોસાયટીઓ માં પાણી વધતા રસ્તાઓ બંધ થઈ ગયા હતા પરંતુ ગ્રામ પંચાયત આ બાબતે કોઈ જ ધ્યાન નહિ આપતા શનિવારે સોસાયટીના 200 જેટલા લોકો એ હાઇવે રોડ ઉપર ચક્કા કામ કરી દિધો હતો અને ગ્રામ પંચાયત પ્રત્યે આક્રોશ વ્યક્ત કરી અને સરકાર દ્વારા પગલાં લઈ આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી.
રહીશો દ્રારા હાઇવે ચક્કાજામ કરાતાં હાઇવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી તો આ બાબતે શંખેશ્વર પોલીસ ને જાણ થતા પોલીસ સ્ટાફ તરત જ હાઇવે પર પહોંચી લોકો ને સમજાવી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો.