પાટણના હાસાપુર – બોરસણ લિંક રોડ પર પડેલા ખાડાઓના પુરાણ કરવા રહીશોની માગ
માર્ગ પર 40 થી વધુ પડેલા ખાડાઓને લઈ મુશ્કેલીઓ ભોગવી રહેલા વાહન ચાલકો,રાહદારીઓ અને રહીશો
પાટણ હાસાપુર બોરસણ લિંક રોડ પર આવેલ 10 થી 15 જેટલી સોસાયટીઓ આવેલી છે ત્યારે આ રોડ પર વરસાદ ના કારણે 40 થી વધુ નાના – મોટા ખાડા પડવાના કારણે માગૅ પરથી પસાર થતાં નાના મોટા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આ રોડ પર પડેલા ખાડા પુરવા માટે વિસ્તારના રહીશો દ્રારા પાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે.
પાટણ શહેરમાં વરસાદ ના કારણે રોડ રસ્તા નું ધોવાણ થવાથી રોડ પર ખાડા પડવાના કારણે વિસ્તાર ના રહીશો પરેશાન બન્યા છે. ત્યારે પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હાસાપુર બોરસણ લીંક રોડ ઉપર 40 થી 50 જેટલા ખૂબ મોટા ખાડાઓ પડેલ છે.
તો ઓક્સફર્ડ સ્કૂલ તરફ જતા રોડ ઉપર પાણી ભરાયેલા હોવાથી તમામ સોસાયટી તેમજ અંબાજી નેળિયા વિસ્તારના લોકો અહીંથી પસાર થાય છે. આ રોડ પર ખૂબ મોટા ખાડા પડેલા છે જેના કારણે લોકોના વાહનોને પણ ખૂબ મોટું નુકસાન થાય છે. ત્યાંથી પસાર થતા લોકોને પણ કમરના તેમજ હાડકાના ખૂબ મોટા પ્રોબ્લેમ થવા પામ્યા છે. અહીં ઓક્સફર્ડ સ્કુલના બાળકોના વાહનો ખૂબ મોટા પ્રમાણમાં અહીંથી પસાર થાય છે.
ત્યારે આ નાના બાળકોને આરોગ્યને પણ નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે તેમજ વાહન ચાલકોને ખૂબ મોટો આર્થિક ખર્ચ ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે વિસ્તારના રહીશો દ્રારા પાલિકા સમક્ષ ઉપરોક્ત માગૅ પરના ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.