પાટણ શહેરમાં એક કરોડના ખર્ચે વરસાદમાં ધોવાણ થયેલા રોડના રીપેરીંગ કામ કરાવાશે
પાટણ પાલિકાના પ્રમુખ સહિતના હોદેદારોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી: પાટણ નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સહિત ના હોદેદારો ની મળેલી બેઠકેમાં શહેરના વિકાસ ના કામોની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ચોમાસાની ઋતુની અંદર વરસાદ પડવાથી શહેરના વિવિધ વિસ્તારોના રોડ રસ્તા તૂટી ગયા છે તેનું સમારકામ કરવા માટે એક કરોડની ગ્રાન્ટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફાળવી ઝડપથી તેનું રિપેરિંગ કામ હાથ ધરવા ચર્ચા કરવામાં આવી હતી.
તો ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આરસીસીના બોક્સ ની મોટી સ્ટ્રોમ વોટર શહેરની ગોલ્ડન ચોકડી થી રેલવે નાળા સુધી નાખવાનું આયોજન કર્યું હતું. સાથે સાથે માહી સોસાયટી, ચિત્રકૂટ સોસાયટીમાં પાણી નિકાલ માટે સ્ટ્રોમ વોટર પાઇપ લાઇન નાખવાનું આયોજન કરાયું હતું. આ સમગ્ર આયોજન સ્ટ્રોમ વોટર લાઈન પાછળ રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.