પાટણને જોડતા હારીજ – ચાણસ્મા હાઇવે માર્ગ પરના ખાડાઓનું નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ દ્વારા સમારકામ હાથ ધરાયું
પાટણ સાંસદની રજૂઆતના પગલે હાઇવે માર્ગોની હાથ ધરાયેલી કામગીરીને વાહન ચાલકો સહિત રાહદારીઓએ સરાહનીય લેખાવી: ચોમાસા દરમિયાન પાટણ શહેરના તેમજ જિલ્લાના ધોવાણ થયેલા હાઈવે માર્ગો ના કારણે માર્ગો પર મસ મોટા ખાડાઓ પડી જવાના કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારી ઓમાં અકસ્માત થવાની સંભાવના પ્રબળ બનતાં અને આ ધોવાણ થયેલા હાઈવે માગૅ બાબતે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીને રજુઆત મળતાં તેઓએ તાત્કાલિક ધોરણે વરસાદ ના કારણે ધોવાણ થઈને ખાડા પડેલા હાઈવે માગૅ ના સમારકામ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ના અધિકારીઓને પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી.
પાટણ સાંસદની રજૂઆતની ધ્યાને રાખીને રવિવારના રોજ નેશનલ હાઇવે ઓથોરિટી વિભાગ દ્વારા પાટણ શહેર ને જોડતા ચાણસ્મા અને હારીજ માર્ગ પર પડેલા મસ મોટા ખાડાઓમાં ડામર કામ કરી રોલર મશીન દ્વારા તેનું મરામત કરી માગૅ ને સમતળ બનાવવામાં આવતાં માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો એ રાહત અનુભવી પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ની રજુઆત પગલે હાઈવે માગૅ ની હાથ ધરવામાં આવેલ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.