પાટણ નગરપાલિકામાં જન્મના દાખલા માટે અરજદારોને ધરમના ધક્કા

પાટણ
પાટણ

પાટણ નગરપાલિકામાં સામન્ય દિવસોમાં જન્મના દાખલા માટે અરજી કર્યાના ત્રણ દિવસમાં ઈ-ઓળખ પોર્ટલ મારફતે ઓનલાઇન દાખલો તૈયાર થઇ અરજદારને મળી રહેતો હોય છે. પરંતુ છેલ્લા 15 દિવસથી પોર્ટલમાં ખામી સર્જાતાં જન્મના દાખલા તૈયાર કરવા ડેટા એન્ટ્રી થઈ શકતી નથી. તો જન્મમારણ શાખા માં એકજ આઈડી થી દાખલ નીકળતા અરજદારોને ને હાલકી ભોગવી પડી રહી છે જેના કારણે દાખલ લેવા લોકો ને ઉભા રહેવું પડી રહ્યું છે. તો કેટલાક ને ધક્કા ખાવાનો વારો આવે છે.

પાટણ નગરપાલિકાની જન્મ મરણ શાખામાં જન્મના દાખલા કઢાવવા રોજ અરજદારોનો ધસારો રહે છે. હાલમાં જન્મના દાખલામાં સળંગ આખુ નામ કરાવવા આવતા અરજદારો વધી રહ્યા છે. આવામાં રાજ્ય કક્ષાએથી ઓનલાઈન ઈ-ઓળખ પોર્ટલ બરોબર કામ કરતું ન હોઇ જન્મના અરજદારની દાખલા માટે વિગતો ઓનલાઈન ભરતી વખતે જ પોર્ટલ આપોઆપ અધવચ્ચે લોગ આઉટ થઈ જવાની સમસ્યા વારંવાર સર્જાઈ રહી છે. તો સાથે સર્વર પણ પ્રોબ્લૅમ આવી રહયા છે. જેના કારણે કેટલાક અરજદારો ને ધક્કો ખાવાનો વારો આવે છે. હાલાકી ભોગવી પડી રહી છે.

શાખાના સૂત્રોએ કહ્યું કે,  ક્યારેક એકાદ, બે જન્મના દાખલાની પોર્ટલમાં ડેટા અન્ટ્રી થઈ જાય છે. ફરી પોર્ટલમાં સમસ્યા સર્જાય છે. આ અંગે વિભાગમાં ધ્યાન દોર્યું હોઈ અપડેટ પછી સમસ્યા હલ થઈ જશે.હાલ માં એક જ આઈડી પર કામ ચાલુ છે જયારે પહેલા 4 કોમ્યુટર મારફતે જન્મમારણ ના દાખલ કાઢી આપવામાં આવતા હતા.ત્યારે ફરી 4 આઈડી ચાલુ કરવા રજુઆત કરી છે અરજદાર જણાવ્યું હતું કે હું જન્મદાખલો કાઢવા માટે આવ્યો હતો ત્યારે અહીંયા સર્વર ડાઉન હતું જેના કારણે મારે ધક્કો ખાવાનો વારો આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.