બેફામ ડ્રાઈવિંગ કરતા : પાટણ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકોમાં ફફડાટ
પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બેફામ બનેલા વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે જેના પગલે પાટણ શહેરમાં ટ્રાફિકના નિયમોના થતા ભંગ અટકાવવા માટે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ની સૂચના અનુસાર પાટણ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા પાટણ શહેરના ચતુર્ભુજ બાગ નજીક મુખ્ય બજારોમાંથી બેફામ ડ્રાઈવિંગ કરતા અને લાયસન્સ, આર.સી.બુક, વીમો, સહિતના સધનિક કાગળો તપાસવા અને તે સમય દરમિયાન વાહન ચાલકો પાસે સધનીક કાગળો ના હોય અથવા તો બેફામ ડ્રાઈવિંગ કરીને સરેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા કસૂરવાર નાંના મોટા વાહન ચાલકોને સ્થળ પર જ કાયદેસર મેમાં પાવતી આપવાની કામગીરી પાટણ શહેર એ ડીવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી ત્યારે પાટણ શહેરના મુખ્ય બજાર માંથી દિવસ દરમ્યાન પસાર થતાં નાના મોટા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પાટણ શહેરના મુખ્ય બજારમાથી દિવસ દરમ્યાન પસાર થતાં અને ટ્રાફિકના નિયમોનું સરેઆમ ભંગ કરતા વાહન ચાલકોને સ્થળ પર જ મેમો પાવતી આપીને દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે પાટણ શહેરના મુખ્ય બજારોમાંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.