સ્વચ્છતા હી સેવા અંતર્ગત રાણીની વાવ,સહસ્ત્ર લિંગ સરોવર અને પાટણ મ્યુઝિયમ પરિસરની સાફ સફાઈ કરાઈ
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.17 સપ્ટેમ્બર થી તા.31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવનાર છે. ત્યારે આ અભિયાનમાં પાટણ જિલ્લો પણ સહભાગી બન્યો છે. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પાટણ મ્યુઝિયમ,નહેરૂ યુવા કેન્દ્ર અને યુનિવર્સિટી NSS દ્વારા વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ અને પાટણ મ્યુઝિયમ પરિસરની શુક્રવારે સાફ સફાઈ કરવામાં આવી હતી.
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પાટણ મ્યુઝિયમના કયુરેટર ડો. મહેંન્દ્રસિહ સુરેલા દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારી વધે તે માટેના પ્રયાસ કરવા વિશે ઉપરાંત સ્વચ્છતા અભિયાનના મહત્વ વિશેની વિગતે વાત કરતા લોકો સ્વચ્છતા હી સેવાના અભિયાનમાં જનભાગીદારીની મહત્તા વિશે જાગૃત થયા હતા.