રાધનપુરમાં ભાજપનો દવા વિતરણ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

પાટણ
પાટણ 100

રખેવાળન્યુઝ,રાધનપુર  : રાધનપુરમાં ભાજપ દ્વારા કેન્દ્ર સરકારની બીજી ટર્મનું પ્રથમ વર્ષ પૂર્ણ થવા પર કોરોના વાઇરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા આર્સેનિક આલ્બ નામની હોમિયોપેથીક દવાનો વિતરણ લોન્ચિંગ કાર્યક્રમ નાલંદા વિદ્યાલય ખાતે યોજાયો હતો,આ દવાનું વિનામૂલ્યે રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના લોકોને ઘેર-ઘેર જઈને કાર્યકરો દ્વારા વિતરણ કરવામાં આવનાર છે. જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ મહાલક્ષ્મીએ કાર્યકરોને ઘેર-ઘેર જઈને આ દવાનું વિતરણ કરવા ઉપરાંત લોકોને માસ્ક પહેરવા અને લોકડાઉનના નિયમોનું પાલન કરવા સમજાવવા અપીલ કરી હતી.જ્યારે જિલ્લા ભાજપ ડોક્ટરસેલના પ્રમુખ ડો.વિજયભાઈ સુથારે કોરોના વાયરસમાં આ દવાથી કેવા ફાયદા થાય છે તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.આ પ્રસંગે કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઈ રાજગોર ,જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ડા. દેવજીભાઈ પટેલ,બનાસ બેંકના ડિરેક્ટર બાબુભાઇ ચૌધરી,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરજગીરી ગોસ્વામી,પ્રભારી કુંભાજી વાઘેલા, શહેર ભાજપ પ્રમુખ જશુભાઈ રાવલ,તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોર સહીત અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મંડલના પ્રમુખ-મંત્રી અને હોદ્દેદારોને દવાનું વિતરણ કરાયું હતું, જેઓ ઘેર ઘેર દવાનું વિતરણ કરશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.