
રાધનપુરના શાંતિધામ જાહેર રોડ પર ગંદા પાણીથી રહીશો ત્રાહિમામ થયા
રાધનપુરમાં આવેલા શાંતિધામ રોડ ઉપર 100થી વધુ ઘરો આવેલા છે.જ્યા આજદિન સુધી ગટરલાઈનની સુવિધા જ કરવામાં આવી નથી જેના કારણે જાહેર રોડ ઉપર પાણી વહેતા હોવાથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.ત્યારે આ અંગે રહીશો દ્વારા અવાર-નવાર ગટર બનાવવાની રજૂઆત કરવા છતાંય આજદિન સુધી ગટર બનાવવામાં આવી નથી.આ સિવાય શહેરમાં નગરપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં આરસીસી રોડ સહીતની કામગીરી પૂરજોશમાં ચાલી રહેલી છે,ત્યારે શહેરના છેવાડે આવેલા શાંતિધામ રોડ ઉપર 100થી વધુ ઘરોની વસ્તી રહે છે,જ્યાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગટરની સુવિધા નથી.ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી ગટર બનાવી આપવી જોઈએ.