પાટણ નગરપાલિકા દ્વારા ડબ્બે કરેલા રખડતા ઢોરોને રાધનપુર ખોડા ઢોર પાંજરાપોળે સ્વીકારવાની સંમતિ દર્શાવી

પાટણ
પાટણ

રાધનપુર ખોડા ઢોર પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા નગરપાલિકા દ્વારા ડબ્બે કરાયેલા તમામ પ્રકારના ઢોરોને સ્વીકારવા સંમતિ દર્શાવી હતી અને જેના પગલે શુક્રવારના રોજ રાધનપુર ખોડા ઢોર પાંજરાપોળના ટ્રસ્ટી કમલેશભાઈ શાહે પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, ઓફિસ સુપ્રિટેન્ડન્સ જયભાઈ રામી, ઢોરડબ્બા અધિકારી જયેશભાઈ પંડ્યા સાથે બેઠક કરી નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે અને રખડતા ઢોરોની સમસ્યા માંથી મુક્તિ અપાવવા ઢોર ડબ્બાની કામગીરી દરમિયાન નગરપાલિકા દ્વારા પકડેલા તમામ ઢોરોને રાધનપુર ખોડા ઢોર પાંજરાપોળ સંચાલિત પાટણ નજીક આવેલી રૂગનાથપુરા ખાતેની 1000 વીધા વાળી જગ્યા મા મોકલી આપવા જણાવ્યું હતું.

રાધનપુર ખોડા ઢોર પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બાની કામગીરી દરમિયાન પકડાયેલા ઢોર સ્વીકારવા માટે સંમતિ દર્શાવતા ટૂંક સમયમાં જ પાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાંથી રખડતા ઢોરોની સમસ્યા નિવારવા અભિયાન હાથ ધરાશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.