રાધનપુર – ગોચનાદ પુલ ઉપર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : બે ઈજાગ્રસ્ત

પાટણ
પાટણ

રાધનપુરથી મહેસાણા હાઇવે પર ગોચનાદ નદીના પુલ ઉપરથી ગુરૂવારે વહેલી સવારે પસાર થઈ રહેલા ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર અને ટ્રક બંન્ને પલટી મારી ગયા હતા. જેના કારણે બે લોકોને ઇજા થઈ હતી. જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાધનપુર રેફલર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત સર્જાતા પુલ ઉપર ટ્રેક્ટર અને ટ્રકે રોડ બ્લોક કરતા આ માગૅ પર વાહનોની ૧૦ કિ.મી.લાંબી કતારો લાગી હતી. જેના કારણે એસ ટી બસોમાં બેઠેલા પેસેન્જરો કંટાળી જતાં બસ માંથી ઉતરી પેસેન્જરોએ ચાલતી પકડી હતી.
આ અકસ્માતના પગલે હાઇવે પર સજૉયેલા ટ્રાફિકને ખાળવા અકસ્માત ગ્રસ્ત પલટી મારી ગયેલા બન્ને સાધનોને દુર કરવા પોલીસે ધટના સ્થળે દોડી આવી પ્રયાસો હાથ ધર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.