
પાટણમાં સ્વિમિંગ પુલના ફોર્મ લેવા લાઈનો લાગી, બે કલાકમાં જ 700 ફોર્મનું વિતરણ
સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત હસ્તકના પાટણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે સ્વિમિંગ પુલના ફોર્મનું વિતરણ સોમવારે સવારે 11 કલાકે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્વિમિંગ રસિકો ફોર્મ લેવા માટે આવ્યાં હતા. સ્વિમિંગ શીખવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બે કલાકમાં જ 700 ફોર્મ વિતરણ કરવામાં આવ્યાં હતા.
પાટણ શહેરના સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત હસ્તકના પાટણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે સોમવારે સ્વિમિંગ ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ સ્વિમિંગ રસિકો અને સ્વિમિંગ શીખનાર લોકોની ફોર્મ લેવા લાઈન લાગી હતી. વારાફરતી ફોર્મ આપવામાં આવ્યાં હતા. સ્વિમિંગ રસિકો અને સ્વિમિંગ શીખવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો .ત્યારે સવારે 11થી 1 એમ બે કલાકમાં 700 જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી 10,4 2023થી ફોર્મ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે. 17-4-2023ના રોજ શરૂ થશે. જેમાં ફોર્મ ફ્રી ના 50રૂ અને માસિક 600 લેખે ત્રણ મહિનાની 1800 રૂ. ફ્રી રાખેલી છે.