રાધનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે ટી .બી દર્દીને કઠોળ વિતરણ કરાયું

પાટણ
પાટણ

રાધનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે પ્રધાનમંત્રી ટી.બી મુકત ભારત અભિયાન અંતર્ગત નિ-ક્ષય મિત્ર દ્વારા ટીબીના દર્દીઓને કઠોળની કીટ આપવામાં આવી હતી. દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય તેના ભાગરૂપે તેમજ નિ-ક્ષય મિત્રને એક વર્ષ પુર્ણ થયાના ભાગરૂપે શુક્રવારે રાધનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે રાધનપુરના સૌથી નાની વયના ચાવડા મૈત્રી ચિરાગ નિ-ક્ષય મિત્ર ના હસ્તે ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 15 જેટલા દર્દીને કઠોળની કીટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.કેતનભાઇ ઠક્કર, રાધનપુર અર્બનના ડૉ.અનુરાધાબેન, તાલુકા સુપરવાઇઝર ધીરુભાઈ દરજી, એસ.ટી.એસ પિયુષ પટેલ તેમજ ટી.બીના દર્દીઓ હાજર રહ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.