પાટણના સાંતલપુરમાં અજાણ્યાં વાહનની ટક્કરે આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે મોત

પાટણ
પાટણ

સાંતલપુર નજીકથી એક આશાસ્પદ યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં યુવકનું માર્ગ અકસ્માતની ઘટનામાં મોત થયાનું સામે આવ્યુ છે. ગઇકાલે મધરાત્રે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની ટીમે અચાનક હાઇવે પર લાશ જોતાં તાત્કાલિક પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી હતી. અજાણ્યાં વાહનની ટક્કરે યુવકને એવી ટક્કર મારી હતી કે, ઇસમનું માથું છુંદાઇ ગયુ હતુ. આ તરફ હજી સુધી યુવકની કોઇ ઓળખાણ થઇ ન હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ પોલીસ કર્મચારીએ અજાણ્યાં વાહનચાલક સામે ફરીયાદ નોંધાવી છે.

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના સિધાડા ગામના પુલ ઉતરતાં બામરોલી તરફ એક અજાણ્યાં પુરૂષની લાશ મળી આવી છે. ગઇકાલે મોડી રાત્રે સાંતલપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન બામરોલીથી સાંતલપુર તરફ આવવાના હાઇવે રોડ તરફ રીલીફ હોટલ નજીક માટીની ફેક્ટરીની સામે એક આશાસ્પદ યુવકની લાશ પડી હતી. જે લાશને જોતાં અકસ્માતને કારણે માથાનો ભાગ સંપુર્ણ છુંદાઇ ગયો હોવાથી ઓળખ થઇ શકી ન હતી.

સાંતલપુર હાઇવે પર ગઇકાલે મોડીરાત્રે માર્ગ અકસ્માતની ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. આ તરફ સાંતલપુર પોલીને ધ્યાને આવતાં તાત્કાલિક મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે અજાણ્યાં વાહનચાલક સામે આઇપીસી કલમ 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.