
પાટણ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત દ્રારા નવ નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ જીલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેનના ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર -ગંગેટ(તા-ચાણસ્મા) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-મોટાજોરાવરપુરા (તા-સમી) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાંથલી (તા-રાધનપુર) અને હેલ્થ એન્ડ વેલનેસ સેંન્ટર-દેલવાડા, રવિયાણ(તા-સરસ્વતી) નાયતવાડા, ભીલોટ(તા-રાધનપુર) વાંસા (તા-હારીજ)નો સમાવેશ થાય છે.રાજ્ય સરકારના હકારાત્મક પ્રયાસ થકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેંન્ટરોના નવીન મકાનનું લોકાર્પણ થવાથી ગ્રામજનોને તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થશે. અહીં પ્રાથમિક સારવાર તેમજ સગર્ભા અને નવજાત શિશુઓને લગતી આરોગ્ય સેવાઓ, રસીકરણ, કુટુંબ કલ્યાણ, ટીબી, મેલેરીયા, આંખ, કાન, નાક તેમજ મોઢાને લગતી તકલીફોનું નિદાન અને સારવાર ઉપલબ્ધ કરવામાં આવનાર છે. ડાયાબીટીસ, હાયપર ટેન્સન અને કેન્સર જેવા રોગોના નિદાન અંતર્ગત સેવાઓ ઘર આંગણે જ મળી રહેશે.
અહી સરકારની PMJAY-MA કાર્ડ, આભા કાર્ડ, જનની સુરક્ષા, જનની શીશું સુરક્ષા, કસ્તુરબા પોષણ, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના, ચિરંજીવી અને બાલ સખા જેવી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમનો પણ લાભ સ્થાનિક લોકોને ઘર આંગણે મળશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પૂર્વમંત્રી પંચાયત, ગ્રામ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠો ગુજરાત રાજ્ય નરોત્તમભાઈ પટેલ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જીલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીડો.વી.એ.પટેલ, જિલ્લા ક્ષય અધિકારીડો.ડી.એન.પરમાર, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ , તાલુકા હેલ્થ ઓફિસરઓ , ઉપરાંત ગંગારામભાઇ પટેલ, પંકજભાઇ પટેલ (સેલાવી,અમદાવાદ) ઉપરાંત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.