પાટણના રાજમહેલ રોડથી કલેકટર કચેરી તરફ રસ્તાને લઈ રજૂઆત

પાટણ
પાટણ

પાટણ શહેર ખાતે રાજમહેલ રોડ થી કલેકટરની કચેરી તરફ બની રહેલા નવીન ઓવર બ્રિજ નો સર્વિસ રોડ ટેન્ડરની જોગવાઈ મુજબ પૂર્ણ બનાવવા પાટણ શહેર કોગ્રેસ સમિતિ ના પ્રમુખ ભરત ભાટિયા એ પાલિકા ચીફ ઓફિસર નીતિન ભાઈ બોટાતને રજુઆત કરી હતી.પાટણ શહેર કોગ્રેસ સમિતિના પ્રમુખ ભરત ભાટિયાએ પાલિકા ચીફ ઓફિસર નીતિન ભાઈ બોટાતને કરેલી રજુઆત માં જણાવ્યું હતું કે પાટણ શહેરમાં રાજમહેલ રોડ થી કલેકટર ની કચેરી તરફ નવીન ઓવર બ્રિજ બનાવવાની કામગીરી સરકાર, જી.યુ.ડી.સી. અને માર્ગ મકાન વિભાગની કચેરીના બનાવેલ નિયમ મુજબ ચાલી રહી છે. રાજમહેલ રોડ એ પાટણ શહેરનો અતિ મહત્વનો અને ટ્રાફીક ની અવન જવન વાળો રોડ છે. ચોમાસા દરમ્યાન વરસાદી મહોલમાં પાટણ શહેરમાં પ્રવેશ ના તમામ રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ફકત ને ફકત ટી.બી. ત્રણ રસ્તાથી રાજમહેલ રોડ નો રોડ પાટણ શહેરમાં પ્રવેશ માટે ચાલુ હોય છે.


બે દિવસ પહેલા ઓવર બ્રિજના કોન્ટ્રાકટર અથવા જી.યુ.ડી.સી. તરફથી રાજમહેલ રોડ થી કલેકટરની કચેરી તરફના સર્વિસ રોડ માં પેવર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ આ કામગીરી અધુરી કરી હોય તેવો અહેસાસ પાટણના પ્રબુધ્ધ નગરજનોને થઈ રહયો છે. આ સર્વિસ રોડ ઉપર ફકત ને ફકત ખાડા પુરાણની કામગીરી કરી સદર કોન્ટ્રાકટર દ્વારા સંતોષ માનવામાં આવી રહયો છે. આ રોડ ઉપર ઢીગડા પુરવાની કામગીરીથી પાટણ શહેરના પ્રજાજનો કાયમી હેરાન પરેશાન થવાના છે. ત્યારે સર્વિસ રોડની જે પણ એજન્સીની જવાબદારી હોય તેને પૂર્વ સર્વિસ રોડ બનાવવા માટે ટેન્ડરની જોગવાઈ અભ્યાસ કરીને ટેન્ડરની જોગવાઈ મુજબ બનાવવા કાર્યવાહી કરવા પાલિકા ચીફ ઓફિસર ને રજુઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.