સિદ્ધપુરમાં મહા શિવરાત્રીના પાવન પર્વે શિવજીની ભવ્ય શોભાયાત્રા માટે તૈયારી

પાટણ
પાટણ

સિદ્ધપુરમાં મહા શિવરાત્રીના પાવન પર્વે શિવજીની ભવ્ય શોભાયાત્રા માટે તૈયારીઓ ચાલી રહી છે. નગરપાલિકા દ્વારા પ્રાચીન સ્વયંભૂ શિવાલયો, બિંદુ સરોવર ઓવરબ્રિજ તેમજ પવિત્ર સરસ્વતી નદીના બેઠા પુલને રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે. શ્રી શક્તિ ફાઉન્ડેશન તેમજ શિવભક્ત મંગેશભાઈ ઉપાધ્યાય પંચગીની અને તેમના ગ્રુપના નાસિક(મહારાષ્ટ્ર)થી આવેલા શિવ ભક્તો દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર ભાગવા રંગની 350થીવધુ ધજા પતાકાઓ લગાવાઈ રહી છે.

ઐતિહાસિક ધાર્મિક પ્રાચીન તીર્થ ક્ષેત્ર તેમજ ભગવાન સદાશિવ ભોલેનાથની નગરી ગણાતી(શ્રીસ્થળી)સિદ્ધપુરમાં દેવાધિદેવ મહાદેવના પાંચ સ્વયંભૂ શિવલિંગો આવેલા છે જ્યાં શહેરના વિવિધ સેવાભાવિ સંગઠનો, યુવકમંડળો, વેપારી મંડળો, ધાર્મિક સંગઠનો દ્વારા વરઘોડામાં ફરતા લોકોને ઠેર ઠેર સરબત, લીંબુ પાણી, દુધ કોલ્ડ્રિન્સ, આઇસ્ક્રીમ તેમજ મહાપ્રસાદનું વિતરણ કરાય છે.ચાલુ સાલે વરઘોડા(શોભાયાત્રા)માં આવેલ તમામ શિવભક્તોને 10000 કપ આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવશે.

સમગ્ર ઉત્તર ગુજરાતમાં મહા શિવરાત્રીનો મહા પર્વ સિદ્ધપુરમાં આદિ અનાદિ કાળથી ધામધૂમથી ઉજવવાવામાં આવે છે. અહીં શહેર સહિત તાલુકાના ગામો તેમજ આજુબાજુના ઉંઝા, મહેસાણા, પાલનપુર, અમદાવાદ, પાટણથી શિવભક્તો તેમજ ઘોડા રાખનાર વેપારીઓ પોતાના ઘોડાઓ લઈ મોટી સંખ્યામાં જોડાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.