
પાટણની વીજ કંપનીઓને શહેરનાં ગરબા મંડપોમાં વીજ જોડાણ માટે 30 અરજીઓ મળી
પાટણ શહેરમાં આવતીકાલ રવિવર થી નવલી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પાટણમાં આ વખતે મોલ્લા-પોળો, સોસાયટીઓ, સહિત ઢેક ઢેકાને માતાજીની ગરબીઓ માંડવીઓનો ઝાકમઝોળ પણ જોવા મળી રહી છે.આ માંડવી મંડળોની સજાવટ સૌ પોતે પોતાની શક્તિ પ્રમાણે કરે જ છે. આ સજાવટ મંડપનું ભવ્ય-નવ્ય ડેકોરેશન વિગેરે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. નવરાત્રિનાં નવ દિવસ અને છેક શરદ પૂર્ણિમા સુધી આ ગરબા મંડપો રોશનીની ઝાકમઝોળથી નાહતા હોય છે. તેમાં રોજિંદી કરતાં અનેક ઘણી વીજળીનો ખર્ચ થાય છે. ત્યારે આ વખતે પાટણમાં અસંખ્ય ગરબા મંડપો સ્થપાયા છે. જેમાં ત્રણ પાર્ટી પ્લોટનાં વિશાળ ફલક ગરબાનાં આયોજનો છે.આ ગરબા મંડપોમાં વીજળીની વધારાની જરૂીરયાત પણ હોવાથી તેનાં માટે પાટણની વીજ કંપની દ્વારા ગરબા આયોજકોની માંગણીનાં આધારે તેઓને સીંગલ તથા થ્રી ફ્રેઝનાં ટેમ્પરીરી વીજ જોડાણો આપવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણની વીજ કંપનીનાં બે ડીવીઝનો સીટી-1 અને સીટી-ટુનાં અધિકારીઓ પાસે વીજ જોડાણો મેળવવા માટે અરજીઓ આવી છે.
પાટણ શહેરમાંથી ત્રણ થ્રીફેઝ અને 11 સીંગલ ફેઝનાં જોડાણો માટે કુલે 14 અરજીઓ મળી છે.જ્યારે સીટી-ટુનાં નાયબ ઇજનેર જનકભાઈ પટેલે જણાવ્યું કે, પાટણનાં અમારા કાર્યક્ષેત્રમાંથી 14 સિંગલ ફેઝ અને એક થ્રીફેઝનાં ટેમ્પરરી જોડાણ માટેની અરજી એમ કુલે 15 અરજીઓ મળી છે. જો કે, હજુ પણ અરજીઓમાં વધારો થઇ શકે છે.આ અરજી ધારકો પાસેથી રૂા.4000ની ડીપોઝીટ લેવાય છે. તેમાંથી તેમણે વીજ વપરાશનાં બીલની રકમ કાપીને તેઓને પરત અપાય છે. અથવા વધુ વીજ વપરાશ થયો હોય તો તેમની પાસેથી વસુલ આપે છે. આમ અત્યાર સુધીમાં વીજ કંપનીને 30જેટલી અરજીઓ વીજ કંપનીને મળી છે.પ્રગતિ મેદાન, વેદ ટાઉનશીપ, જીવનધારા સોસાયટી, હરિકૃષ્ણ સોસાયટી, ચિત્રકુટ સોસાયટી, શ્રીનગર સોસાયટી, ચોપાઈ, શ્રીનગર,શાકુંતલગ્રીન, લાલ ભાઈ પાર્ક, જોગીવોડો,,વલ્લભ નગર,આ સોસાયટીઓ વીજ કંપનીની સીટી એ ડીવીઝનમાં આવતી હોવાથી તેઓએ અત્રે વીજ જોડાણની અરજીઓ કરી છે.