
સાંતલપુરના જાખોત્રાથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
સાંતલપુરના જાખોત્રા ગામેથી સાંતલપુર પોલીસ દ્વારા બે શખ્સોની ચોરીના તાંબાના માલસામાન સાથે અટકાયત કરી હતી. સાંતલપુર પોલીસને જાખોત્રા ગામના ચાર રસ્તા નજીક બે શખ્સો બાઈક પર શંકાસ્પદ ચીજવસ્તુઓ લઈને આવતા પુછપરછ કરાતાં શખ્સો ગલ્લા તલ્લા કરતા કાગળોની સાધનિક તપાસ કરતા માલ સામાનના કાગળો નહિ મળતા પોલીસ દ્વારા દિનેશ રાણાભાઈ આહિર,રહે.જાખોત્રા અને ઝાલા વિભા રબારી રહે.ચારણકા નામના બન્ને શખ્સોની અટકાયત કરી હતી. શખ્સો પાસેથી પોલીસે 100 કિલો તાંબાના વાયર કિંમત 60,000,મોબાઈલ નંગ- 2 કિંમત 7000 તેમજ બાઈક -1 કિંમત 35000 મળી કુલ 1,02,000નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે બન્ને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.