
પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા, ચાર હથિયારો સાથે 43 જીવતા જેટલા કારતુસ જપ્ત
હારીજ ના દુનાવાડા ખાતે ત્રણ લોકો ઉપર યુવક દ્વારા ફાયરિંગની ઘટનામાં પાટણ પોલીસે મુખ્ય આરોપી યુવક સહિત ત્રણ લોકોને પકડી તેમની પાસેથી ચાર હથિયારો અને જીવતા 43 જેટલા કારતુસ પકડી આગળની તપાસનો દોર શરૂ કર્યો છે.
હારીજ ના દુનાવાડા ગામમાં રહેતા સુથાર શીવાભાઇ હીરાભાઇની સગીર વયની પુત્રી હોવાનું જાણતા હોવા છતાંય આરોપી પરમાર હિમાંશુ નટવરભાઇ પચાણભાઇ ઉ.વ.20 રહે દુનાવાડા તા.હારીજ જી.પાટણવાળાએ તેની સાથે મીત્રતા કેળવી ફૉનમાં સતત સંપર્ક કરી બીભત્સ સંબંધની માંગણી કરતા ફરીની બેન સગીર કિશોરી તેની માંગણી નહી સ્વીકારતા આરોપી દ્વારા પીછો કરી તેની સાથે સતત મેસેજ તથા ટેલીફોનીક કોન્ટેક કરવાનો પ્રયત્ન કરતા હોય અને સગીર કિશોરી તેનો સ્વીકાર ના કરતી હોય આરોપી હિમાંશુ ઉશ્કેરાઇ જઇ મનદુખ રાખી પોતાના મળતીયા, સહઆરોપી પરમાર શૈલેષભાઇ બળવંતભાઇ જગાભાઇ ઉ.વ.27 બન્ને રહે.દુનાવાડા તા.હારીજ વાળા સીવા ભાઈ ના ઘરે જઇ બુમ બરાડા પાડી સગીરાનું નામ લઇ તુ મારા મેસેજનો રીપ્લાય કેમ કરતી નથી તેમ કહી ફરીના પિતાને તથા અન્ય ઇસમોને જાનથી મારી નાખવાના ઇરાદે પોતાના હાથમાંના ગે.કા હથીયારોથી ફાયરીંગ કરતા પિતા સુથાર શીવાભાઇ હીરાભાઇ રહે.દુનાવાડા તા.હારીજ વાળાને ગોળી વાગતા તેમજ અન્ય મારામારીની જૂની અદાવતના કારણે તેમના ગામના પટ્ટણી સોનજીભાઇ પોપટભાઇ તથા પટણી વિજયભાઇ સોનજીભાઇને જાનથી મારી નાખવાના ઇરાદે પોતાના હાથમાંના ગે.કા હથીયારોથી ફાયરીંગ કરી ઈજાગ્રસ્ત કરી ફરાર થઈ ગયા હતાં..