
પાટણના પારસમણી એપાર્ટમેન્ટમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
પાટણ શહેરમાં પરપ્રાંતિય દારૂનું વેચાણ બેરોકટોકપણે ચાલતું હોવાનું શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યુછે ત્યારે ક્યારેક ક્યારેક પોલીસ બાતમી આધારે પરપ્રાંતિય દારૂ ઝડપી પાડવામાં સફળ બને છે તેમ આજે એલસીબી પોલીસે બી ડીવીઝન પોલીસ હદ વિસ્તારમાંથી પરપ્રાંતિય દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ સ્ટાફના માણસો શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. જયેશજી તેમજ મોડજીજીને મળેલ બાતમી આધારે જીઇબીની સામે આવેલ પારસમણી એપાર્ટમેન્ટમાં પોતાના રહેણાંકના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરતા પંડ્યા વિપુલકુમાર ઉર્ફે જોન્ટી કમલેશભાઇની પાસેથી બીયર અને દારૂની બોટલ નંગ 88 કિંમત રૂા.25175-નો મુદ્દામાલ જપ્ત કરી એલસીબી પો.ઇન્સ. આર. કે. અમીન, પીએસઆઇ એ.કે, ખોડલીયા અને સ્ટાફે કાયદેસર કાર્યવાહી હાથ ધરતા બી ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાવેલ છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક ઇસમ રાવલ વિજય ધીરજલાલ રહે. રોકડીયા ગેટ, પાટણને પકડવા પણ તજવીજ હાથ ધરી છે.