પાટણ જીલ્લામાં ગુમ અને ચોરી થયેલ ૧૦ મોબાઇલ શોધી પરત કરતી પોલીસ
સાયબર ક્રાઈમ પોલીસ પાટણ ની પ્રશંસનીય કામગીરી: પાટણ જીલ્લામાં ગુમ અને ચોરી થયેલ ૧૦ મોબાઇલ શોધી અરજદારો ને સાયબર ક્રાઈમ પોલીસ પાટણ દ્રારા પરત કરાતા સાયબર ક્રાઈમ પોલીસ પાટણ ની કામગીરીને અરજદારો એ સરાહનીય લેખાવી હતી.
પાટણ પોલીસ અધિક્ષકડો.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લામાં ચોરી/ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા તથા દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના કરેલ જે અંતર્ગત આર.એચ.સોલંકી પીઆઈ સાયબર ક્રાઈમ પાટણનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ટીમ દ્રારા પાટણ જીલ્લામાં વર્ષ-૨૦૨૪ માં બનતા મોબાઇલ ફોન ગુમ/ચોરી લગત બનાવો બાબતે થયેલ અરજીઓનુ અત્રેથી ટેકનીકલ એનાલીસીસ કરી અરજદારોના કુલ મોબાઇલ નંગ-૧૦ જેની આશરે કુલ કિ.રૂ.૧,૧૫,૦૦૦/- ની રકમના મોબાઇલ ફોન શોધી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત છેલ્લા બે માસમાં પાટણ જીલ્લામાં ગુમ/ચોરી થયેલ મોબાઇલ શોધી અરજદારને પરત અપાવી સરાહનીય કામગીરી કરી અરજદારોને આર્થિક નુકશાન થતા અટકાવી મદદરૂપ થતાં અરજદારો એ પાટણ સાયબર ક્રાઈમ ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Tags 10 missing mobile Police