પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું
ગુજરાતમાં પડેલ ભારે થી અતિ ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને નુકસાન નું વળતર તેમજ જમીન ધોવાણ નું વળતર મળે તેને લઈને બુધવારે પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ની આગેવાની હેઠળ પાટણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોનું તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને થયેલ પાકનું નુકસાન અને જમીન ધોવાણનું પૂરતા પ્રમાણમાં વળતર આપવા માંગ કરી હતી.
પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પડેલ ભારે થી અતિભારે વરસાદને પગલે સમગ્ર રાજ્યમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાતા તેઓએ મોંઘા બિયારણને ઉંચી મજૂરીથી કઠોળ એરંડા અને કપાસનું વાવેતર કર્યું હતું પરંતુ અતિવૃષ્ટિના કારણે આ તમામ વાવેતરનું ધોવાણ થતા ખેડૂતોના મોઢામાં આવેલ કોળીયો છીનવાઇ ગયો છે. અને તેઓને રોવાનું વારો આવતા બુધવારે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકારને ખેડૂતોને થયેલ પાકનું નુકસાન અને જમીન ધોવાણનું તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.
અને સરકારે ખેડૂતોને વળતર અંગેની જે જાહેરાત કરી હતી તે ખૂબ જ ઓછી હોવાથી વળતર ની રકમ વધારવા અને ખેડૂતોના ખેતરોનું સાચું સર્વે કરાવવા પણ પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી. આ આવેદનપત્ર ના કાર્યક્રમ મા મોટી સંખ્યામાં પાટણ શહેર,તાલુકા અને જિલ્લાના કોંગ્રેસના આગેવાનોને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.