પાટણ જિલ્લામાં જંતુનાશક દવાઓના સેમ્પલ લેવાયા
પાટણ જિલ્લામાં હાલમાં ચોમાસુ સીઝન ચાલુ છેઅ ને ખેતી માટે સારો એવો વાવણીલાયક વરસાદ પણ થઇ રહ્યો છે. ત્યારે આ ખરીફ સીઝનમાં ખેડુતો દ્વારા બીટી કપાસ, જુવાર, ઘાસચારો, અડદ, મગ, તલ બાજરી જેવા વિવિધ પાકોનુ વાવેતર કરવામાં આવતુ હોય અને જરુરી ખાતર અને દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે ખેડુતોને ખરીફ સીઝનમાં વાવેતર માટે ઉપયોગી બિયારણો દવા અને ખાતર ગુણવત્તાયુકત મળી રહે તે માટે જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી અધિકારી એ.આર. ગામીના માર્ગદર્શન નીચે તમામ તાલુકાઓમાં કચેરીના ઇન્સપેકટરો દ્વારા એગ્રો સેન્ટરો ખાતર ડેપો સહકારી મંડળીઓ પર જઇને આકસ્મીક મુલાકાતો લઇને સેમ્પલ લવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે જિલ્લામાં બિચારણના સેમ્પલ લેવા માટે 800 સેમ્પલો લેવાનો લક્ષયાંક આપવામાં આવ્યો છે તેની સામે 287 બિયારણોના સેમ્પલ લેવાઇ ગયા છે, બાકીના સેમ્પલ લેવાની કામગીરી ચાલુમાં છે તેમજ જંતુનાશક દવાઓના 38 સેમ્પલ અને ખાતરના 95 સેમ્પલ લેવામાં આવ્યા છે. કેટલાક વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં ખેડુતોનેન કલી બિયારણો પધરાવી દેતા હોય છે, તેવુ ન બને તે માટે ખેતીવાડીતંત્ર નમુના લેવામાં વતા હોય છે. સેમ્પલો ચકાસણી માટે પ્રયોગશાળામાં મોકલી આપેલ છે.
જિલ્લા ખેતી નિયામક (વિસ્તરણ) એ.આર. ગામીએ જણાવ્યુ હતુ કે જિલ્લાના ખેડુતોને ખરીફ સીઝનમાં ગુણવત્તાયુકત ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓ મળી રહે અને ખેડુતો સાથે કોઇ છેતરપીંડી ન થાય તે માટે અમારી કચેરી ના સ્ટાફ દ્વારા ત્રણેય ઇટ્સના સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલુ છે અને જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેની ચકાસણી માટે પ્રયોગશાળાઓમાં મોકલી આપવામાં આવેલ છે.