પાટણના પારેવા સર્કલ પાસે દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતાં સેવાભાવી લોકો દ્વારા રોડ પર દર્દીને સારવાર અપાઇ

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ
પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેરે હાલત બગાડી છે. સ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જાય છે એક બાજુ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે તો બીજી બાજુ જિલ્લામાંથી સંક્રમિત થતા દર્દીઓનો આંક ઉંચો આવી રહ્યો છે. ત્યારે સાંતલપુર તાલુકાના હરિપુર ગામના ૨૭ વર્ષીય યુવાન અરજણભાઈ ચૌધરી ગંભીર હાલતમાં પારેવા સર્કલ પાસે આવતા જીવન મરણવચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે સેવાભાવી લોકોને જાણ થતાં વહિવટી અધિકારી સાથે મળી આ વિસ્તારના કોર્પોરેટર અને પેરામેડિકલની મદદથી તાત્કાલિક સારવાર મળી હતી.
પારેવા સર્કલ નજીક રોડ પર ઝાડના છાંયડા નીચે એક યુવકનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. તેમજ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા થઇ ન હતી, જેથી પાંચ કલાકથી લાચાર અવસ્થામાં હતા. ત્યારે સેવાભાવી લોકોને જાણ થતાં સેવાભાવી લોકોએ અધિકારીની મદદથી ઓક્સિજન બોટલ લાવી સપ્લાય સારૂ કર્યો હતો. જ્યારે કોવિડ ટેસ્ટીંગ સેન્ટરમાં કામ કરતાં તબીબે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને પંદર મિનીટમાં દર્દીને સારવાર આપી યુવકને સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.