
પાટણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન યોજાયું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે વિજયાદશમી નિમિતે પૂરા દેશ ભરમાં પથ સંચલન (પરેડ) નું આયોજન થતું હોય છે, જે અનુસાર પાટણમાં તારીખ 29 ઓક્ટોમ્બર રવિવારના રોજ પૂર્ણ ગણવેશ તથા દંડ સાથે શિસ્ત બદ્ધ 200 જેટલા સ્વયંસેવકોનું પથ સંચલન યોજાયું હતું.આ પ્રસંગે પાટણ શહેરની જૂની શિશુ મંદિર શાળા ખાતે થી પૂર્ણ ગણવેશમાં સ્વયં સેવકો નીકળ્યા હતા. પથ સંચલનના રૂટ પર અનેક સ્થળો પર ધર્મ પ્રેમી શહેરીજનો, સોસાયટીના ભાવિકો, તથા વિવિધ સંગઠનો દ્વારા ભાવ પૂર્વક ભગવા ધ્વજ પર પુષ્પ વર્ષા કરી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
પાટણ શહેરની જૂની શિશુમંદિર ખાતે સંચલન પ્રસ્થાન રતનપોળ સુખડીયા સ્વીટ થઈ ત્રણ દરવાજા, દોશીવટ બજાર, ઘીમટાના નાકે, શાહનો પાડો,કસાર વાડો, યમુનાવાડી,પીપળાગેટ પોલીસચોકી,મોટીસરા ચોક,બત્તીવાડો,નાગરલીમડી ,જબરેશ્વરી ચોક,સાલવીવાડા ચોક,ભઠ્ઠીનો માઢ,રંગીલા હનમાન થઈ નિજ સ્કૂલમાં પરત ફરી હતી. કાર્યક્રમમાં સ્વયં સેવકો, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.