પાટણની સ્પેશિયલ પોકસો કોર્ટે મર્ડર વીથ પોક્સોના આરોપીને આજીવન સજા ફટકારી
સરકારી વકીલ ડો.એમ. ડી.પંડ્યાની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી ચુકાદો આપતી કોટૅ: પાટણની સ્પેશિયલ પોકસો કોટૅ ના સ્પે એડીશનલ જજ એસ. એમ. ટાંક દ્વારા મંગળવારે પોકસો વિથ મર્ડર ના આરોપીને આજીવન કેદની સજા અને દંડ ની રકમ ભરપાઈ કરવાનો હુકમ કર્યો હોવાનું કોર્ટના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ કેસ ની મળતી હકીકત મુજબ તા. 14 ડિસેમ્બર 2019 ના રોજ ચાણસ્મા પોલીસ મથકે મૂળ મહેસાણા ના એક ગામના રહીશ અને મજુરી કામ માટે પાટણના મણુદ ગામે રહેતા પરિવારના સભ્યે ફરિયાદ નોંધાવી હતી કે પોતાના ભાઈની દિકરી ને જોટાણા ગામે રહેતા કલ્પેશસિહ પ્રવિણસિંહ વાધેલા નામના ઈસમે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી જે બાબતે દિકરી ના બાપને જાણ થતાં તેઓએ પોતાની દિકરી ને પોતાના મણુદ ખાતે મજુરી કામ અર્થે સ્થાઈ થયેલા મોટા ભાઈને ત્યાં પોતાની દિકરી ને રહેવા મોકલી આપી હતી પરંતુ ઉપરોક્ત ઈસમે તેણીને મળવા માંટે તા. 14 ડિસેમ્બર 2019 ના રોજ પોતાના મિત્ર સાથે રાત્રે બાઈક પર જોટાણા થી મણુદ આવી પોતાના મિત્રને બાઈક સાથે બહાર ઊભો રાખી યુવક યુવતી ને મળવા ઘરમાં ગયો હતો અને ત્યાં યુવકે યુવતી સાથે શરીર સુખ માણી ઘરની બહાર નિકળવા જતાં ખખડાટ થતાં યુવતી ના મોટા બા જાગી જતા તેણે યુવકને જોતાં બુમાબુમ કરતાં પરિવારના અન્ય સભ્યો પણ દોડી આવ્યા હતા અને યુવકને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ યુવક પોતાના મિત્ર સાથે બાઈક ઉપર ભાગ્યો હતો.
ત્યારે મહેમાન ગતિએ મધુર આવેલા અન્ય સંબંધીએ પોતાની રિક્ષા લઈને યુવતી ના મોટા બાપાએ રીક્ષામાં બેસાડી બાઈક પર ભાગેલ યુવાનને ઝડપી લેવા બાઈક નો પીછો કરી બાઈક ચાલક ઈસમને પાછળથી ટકકર મારી પછાડતા ઉશ્કેરાયેલા કલ્પેશસિહ પ્રવિણસિંહ વાધેલા એ પોતાની પાસે ની છરી વડે હુમલો કરતાં રિક્ષા લઈને આવેલા મહેમાન નું મોત નિપજ્યું હતું જયારે યુવતી ના મોટા બાપાને પણ ઈજાઓ થઈ હતી જે બાબતની ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાતા પોલીસે કલ્પેશસિહ પ્રવિણસિંહ વાધેલા સામે કલમ 302 હેઠળ ગુનો નોંધી આગળ ની આ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ બનાવમાં પાછળથી યુવતી એ કોટૅ સમક્ષ કલ્પેશસિહ એ બનાવની રાત્રે તેની સાથે શરીર સુખ માણ્યું હોવાનું જણાવતાં અને ત્યારે તે 18 વષૅથી નાની ઉમર ધરાવતી હોય કોટૅ દ્રારા પાછળથી પોકસો નો ગુનો દાખલ કરાવી આરોપીને સબજેલમાં મોકલી આપ્યો હતો.
આ કેસ મંગળવારે પાટણની સ્પે. પોકસો કોટૅ ના સ્પે.એડીશ્નલ જજ એસ. એમ. ટાક સમક્ષ ચાલી જતાં અને સરકારી વકીલ ડો. એમ.ડી.પંડ્યા ની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી કલ્પેશસિહ પ્રવિણસિંહ વાઘેલાને આજીવન કેદ સાથે દંડ ની રકમ ભરપાઈ કરવાનો હુકમ કરાયો હોવાનું કોટૅ ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.