પાટણની આદર્શ હાઈસ્કૂલમાં જિલ્લામાં એસ.આઇ. પ્રતિનિયુકિત માટે પરીક્ષા યોજાઈ

પાટણ
પાટણ

પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને શાળાઓમાં સ્કુલ ઇન્સ્પેકટર તરીકે નિયુકત કરવા માટે આજે જિલ્લામાં એસઆઇ પ્રતિનિયુકિતની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી.

પાટણ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને શાળાના સ્કુલ ઇન્સ્પેકટર તરીકેની નિમણુંક આપવા માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એસ.આઇ. પ્રતિનિયુકિતની પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે અનુસંધાને જિલ્લા મથક પાટણ જે ખાતે આવેલ આદર્શ વિદ્યાસંકુલ ખાતે પ્રાથમિક શિક્ષકોની એસ.આઇ.ની નિયુકતી માટેની પરીક્ષા યોજાઇ હતી.

આ પરીક્ષા 15 બ્લોકમાં યોજાઇ હતી જેમાં 427 જેટલા ઉમેદવારો રજીસ્ટ્રેશન થવા પામ્યા હતા.જેમાં 305 ઉમેદવારો પરીક્ષા માં હાજર રહ્યા અને 122ગેરહાજર રહ્યા હતા ગુરુવારે 1થી 3 કલાક સુધી ઓએમઆર પદ્ધતિથી આ પરીક્ષા યોજાઇ હતી.જેમાં ખાસ કરીને શાળા સંચાલન અને વિકાસલક્ષી બાબતો તેમજ નિયમો અંગે પ્રશ્નો પરીક્ષા માં પૂછવામાં આવ્યા હતા.પરીક્ષા પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરીક્ષા કેન્દ્રોના બ્લોકમાં સીસીટીવી કેમેરાની બાજનજર રાખવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.