
પાટણ જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે રથને જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષાએ જવા માટે લીલીઝંડી આપવામાં આવી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મેરી માટી મેરા દેશ” અભિયાનના ભાગરૂપે જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના હસ્તે “અમૃત કળશ યાત્રા” રથને જીલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ જવા માટે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાપન કરવામાં આવ્યું હતું.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મેરી માટી મેરા દેશ” અભિયાનના પ્રથમ તબક્કાની ઉજવણીને સમગ્ર રાજ્યમાં અભુતપૂર્વ સફળતા મળેલ છે. મેરી માટી મેરા દેશ અંતર્ગત ફેઝ-૨ માં અમૃત કળશ યાત્રાનું વિવિધ કક્ષાએ આયોજન કરવામાં આવેલ છે. અમૃત કળશ યાત્રાના અંતિમ ચરણમાં રાજ્યકક્ષાએથી દિલ્હી ખાતે કળશ લઇ જઇ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમથી આઝાદી કા અમૃત મહોત્સવનું સમાપન થશે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત અત્રેના પાટણ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ 19 મી ઓક્ટોબરના રોજ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત 26 મી ઓકટોબરના રોજ અમૃત કળશ રથ પાટણ થી વારાહી, રાધનપુર, સમી, શંખેશ્વર, હારીજ તાલુકા પંચાયત, પાટણ નગરપાલિકા, સરસ્વતી , સિદ્ધપુર નગરપાલિકા આ અમૃત કળશ સ્વીકારવા રથ સમગ્ર જિલ્લામાં જઈ આજ રોજ જીલ્લા પંચાયતના પ્રાગણમાં આવ્યો હતો. આ અમૂર્ત કળશ રથને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આવકારવામાં આવ્યો હતો. ત્યારબાદ જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અઘ્યક્ષસ્થાને અમુત કળશ રથને લીલી ઝંડી બતાવીને રાજ્ય કક્ષાએ જવા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે,આપણા જિલ્લામાંથી માટી અને ચોખાઓ એકત્ર કરીને કળશ સાથે ૨૩ ડેલીગેટ દિલ્હી પહોચવાના છે. ત્યારે મને ભારતના વડાપ્રધાનનું આમા વિજન દેખાઇ રહ્યું છે કે જેવી રીતે આખા દેશમાંથી લોખંડ એકઠું કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ નિર્માણ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે આખા દેશભરમાંથી માટી એકત્ર કરીને દિલ્હી મુકામે અમૂર્ત વાટિકા બનશે, જેમને જોવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવશે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, નગરપાલિકા પ્રમુખ હિરલબેન, જીલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કલ્પનાબેન ચૌધરી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. કે.મકવાણા, સંગઠનના હોદ્દેદારો દશરથજી ઠાકોર, સંગઠનના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, ઉપરાંત અધિકારીઓ, કર્મચારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.