પાટણ યુનિ.ના સ્પોર્ટ્સ સંકુલ ખાતે ફાયર સ્ટાફ ભરતી માટે શારીરિક ક્ષમતા કસોટીની પરીક્ષાનો પ્રારંભ કરાયો

પાટણ
પાટણ

ગાંધીનગર શારીરિક શિક્ષણ નિયામક કચેરી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલ ખાતે આજથી 4 દિવસ રાજકોટ ઝોનની જુદીજુદી નગરપાલિકામાં ફાયર સ્ટાફની ભરતી માટે શારીરિક ક્ષમતા કસોટીની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં પ્રથમ દિવસે મોરબી,હળવદ અને ભુજ નગરપાલિકાની ફાયર સેફટી માટે 260 જેટલા ઉમેદવારો આવ્યા હોવાનું યુનિવર્સિટી શારિરીક શિક્ષણ વિભાગના હેડ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.જેમાં ઊંચી કૂદ,લાંબી કુદ,50 મીટર હોસ પાઈપ દોડ,400 મીટર દોડ,મેડીકલ તેમજ રસ્સાચડ જેવી શારિરીક ક્ષમતા કસોટીની શારીરિક પરીક્ષા યોજાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.