પાટણઃ યુનિવર્સિટીની પરીક્ષા ઓનલાઇન, ઘરેથી જ પેપર લેવાશે

પાટણ
પાટણ

કોરોના મહામારીને લઇ મોકૂફ રખાયેલી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ ઓનલાઇન લેવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આજે યુનિવર્સિટી દ્રારા જાહેર કરાયેલા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની ૩૪ પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ કે ઈન્ટરનેટની સુવિધા નથી તેમને પરીક્ષા આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા માર્ચ-જૂન ૨૦૨૦માં લેવાની થતી કુલ ૫૯ પૈકી ૩૪ પરીક્ષાઓ ઓનલાઈન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્રારા આર્ટસ, કોમર્સ, સાયન્સ, શિક્ષણ, જર્નાલિઝમ, કાયદો, સોશિયલ વર્ક, હોમ સાયન્સ સહિતની ફેકલ્ટીની ઓનલાઇન પરીક્ષાઓ તા.૨૭-૦૭-૨૦૨૦થી શરૂ થનાર છે. જેમાં જો કોઇ વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ કે ઈન્ટરનેટની સુવિધા નથી તો તેઓ નજીકના કોઇપણ સેન્ટરમાં જઇને પરીક્ષા આપી શકશે તેમ યુનિવર્સિટીના રજીસ્ટ્રારે જણાવ્યુ હતુ.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કોરોના મહામારીને કારણે સૌપ્રથમવાર ઓનલાઇન પરીક્ષા લેવા જઇ રહી છે. આવી સ્થિતિમાં પરીક્ષા સુપેરે પાર પાડવા માટે ટેક્નિકલ અને સુરક્ષા સહિતની બાબતે પુર્વ તૈયારીઓ ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર ઉભી થઇ છે. ખાસ કરીને અંતરીયાળ વિસ્તારોમાંથી આવતાં વિદ્યાર્થીઓને નેટ કનેક્ટિવિટી જળવાઇ રહે તે મહત્વનું હોઇ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પરીક્ષા કેન્દ્રો યથાવત રાખ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.