પાટણ યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજોમાં 25 ટકા બેઠકો વધારવામાં આવી

પાટણ
પાટણ

રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહનાં નિયમિત વિદ્યાર્થીઓનું શાળાના મૂલ્યાંકન આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.જે અનુસંધાને સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા જેટલું પરીણામ જાહેર થવા પામ્યું છે.ત્યારે આગામી નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતાં બીએસસીના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા ગતિવિધીઓ તેજ કરવામાં આવી છે.જેમાં ચાલુ વર્ષે ધો.12નાં 100 ટકા પરીણામને લઇ યુનિવર્સિટી દ્વારા વિજ્ઞાન પ્રવાહની કોલેજોમાં 20 થી 25 ટકા બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે.જેમાં પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની 65 જેટલી વિજ્ઞાન પ્રવાહની કોલેજોમાં 10,200 બેઠકો કાર્યરત હતી.જે બેઠકોમાં યુનિવર્સિટી દ્વારા સરકારની સૂચના મુજબ 20 થી 25 ટકાનો વધારો કરી નવી 1780 બેઠકો વધારાઈ છે.વિજ્ઞાન પ્રવાહની કોલેજોમાં 11,980 બેઠકો બીએસસીના પ્રથમ વર્ષમાં ફાળવવામાં આવી છે.આ તમામ બેઠકો પર યુનિવર્સિટી દ્વારા પ્રવેશ આપવા માટે તમામ કોલેજોને મંજુરી આપવામાં આવી છે તો યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની કોલેજ દ્વારા પોતાની બેઠકો અનુક્રમે પ્રવેશ પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.