પાટણ ટ્રાફિક પોલીસ અને નગર પાલિકા દ્વારા શહેરના મેન બજારમાં દબાણ ઝુંબેશ હાથ ધરાઈ

પાટણ
પાટણ

પાટણ શહેરના ટ્રાફિક પોલીસ અને પાટણ નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેર આજે શુક્રવારે શહેરના બગવાડ ચોકથી રેલવે સ્ટેશન સહિત મેન બજારમાં દિવસ દરમિયાન દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં દુકાન બહારના નડતર રૂપ દબાણ કરનારા વેપારીઓને દંડની પાવતી આપવામાં આવી હતી. ટ્રાફિક પી એસ આઈ ડી કે ચૌધરી એ જણાવ્યું હતું કે, આ દબાણ ઝુંબેશ આજે દિવસ દરમિયાન કરવામાં આવશે. દબાણ કરનાર વેપારીઓને પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવશે. આ દબાણ ઝુંબેશમાં પાટણ ટ્રાફિક પોલીસ, પાટણ નગર પાલિકા અને હોમગાર્ડ સહિત પાલિકાનો કાફલો જોડાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.