પાટણમાં ધો.12 સાયન્સનું 73.11 ટકા પરિણામ આવ્યુ

પાટણ
પાટણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ સવારે 10 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં પાટણ જિલ્લાનું 73.11 ટકા પરિણામ જાહેર થયું હતું.ત્યારે જિલ્લામાં ત્રણ વિદ્યાર્થીઓએ એ 1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યુ હતું.આમ પાટણના 4 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી.જેમાં પાટણ કેન્દ્રનું 74.09 ટકા,સિદ્ધપુરનું 68.40 ટકા,ચાણસ્મા કેન્દ્રનું 71.07 ટકા અને રાધનપુર કેન્દ્રનું 73.86 ટકા પરિણામ આવ્યું છે.આમ બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી.જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું.આ સિવાય કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઈટ ખુલતી નહોતી.આમ પાટણ જિલ્લામાં 12 સાયન્સનું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 1683 વિદ્યાર્થીઓ પૈકી 3 વિદ્યાર્થીઓ એ 1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે.જ્યારે 43 વિદ્યાર્થીઓએ એ 2 140 વિદ્યાર્થીઓએ બી 1, 246 વિદ્યાર્થીઓએ બી 2 ગ્રેડ મેળવ્યો છે. સી એ 353 વિદ્યાર્થીઓએ અને સી 2 362 વિદ્યાર્થીઓએ ગ્રેડ મેળવ્યો છે.જ્યારે 80 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ અને 2 વિદ્યાર્થીઓએ ઇ 1 ગ્રેડ મેળવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.