
પાટણ સ્ટેશનને વધુ એક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન મળશે
પાટણ સ્ટેશનને આગામી દિવાળીના તહેવારોમાં લોકોને રાજસ્થાન કે કર્ણાટક તરફ જવા આવવા માટે વધુ એક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન મળશે. ભગત કી કોઠી (જોધપુર) – બેંગલુરુ- ભગત કી કોઠી (જોધપુર)ની 07 ટ્રીપ્સનું વિશેષ ટ્રેન સેવાનું સંચાલન કરશે.આ અંગેની મળતી માહિતી મુજબ કે, ટ્રેન નંબર 04813, ભગત કી કોઠી (જોધપુર) – થી સર એમ. વિશ્વેશ્વરાય ટર્મિનલ બેંગલુરુ, કર્ણાટક સ્પેશિયલ ટ્રેન સેવા 11.11.23 થી 04.12.23 (07 ટ્રીપ) દર સોમવાર અને શનિવારે ભગત કી કોઠી 05.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે વિશ્વેશ્વરાય બેંગલુરુ ટર્મિનલ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 04814, સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ બેંગલુર થી ભગત કી કોઠી (જોધપુર) સ્પેશિયલ ટ્રેન સેવા 13.11.23 થી 06.12.23 (07 ટ્રીપ્સ) દર બુધવારે અને સોમવારે 16.30 કલાકે સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ બેંગલુરુથી ઉપડશે. બીજા દિવસે 12.40 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે.
આ રેલવે સર્વિસ રૂટમાં લુની, સમદડી, જાલોર, મારવાડ ભીનમાલ, રાણીવાડા, ધાનેરા, ભીલડી, પાટણ,મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સતારા, મિરાજ, ઘાટપ્રભા, બેલગવી,ધારવાડ, હુબલીનો સમાવેશ થાય છે. તે હાવેરી,રાનીબેનુર, દાવંગેરે, બિરુર ટિપટ રાવ તુમકુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન સેવામાં 2 સેકન્ડ એસી, 5 થર્ડ એસી, 7 સેકન્ડ સ્લીપર ક્લાસ, 4 સામાન્ય ક્લાસ અને 2 ગાર્ડ કોચ સહિત કુલ 20 કોચ હશે.