પાટણ એસટી વિભાગે ભાદરવી પુનમના મેળા દરમ્યાન એકસ્ટ્રા બસો દોડાવી રૂા.૨૨,૭૬,૨૦૦ ની આવક રળી
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન થયો છે. અંબાજી પુનમના મેળા દરમ્યાન પાટણ એસ.ટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવી રૂા.૨૨,૭૬,૨૦૦ ની આવક પ્રાપ્ત થઈ હોવાનું પાટણ એસટી વિભાગ ના સ્ટેન્ડ ઈન્ચાર્જ એ જણાવ્યું હતું.
યાત્રાધામ અંબાજી ખાતે તા.૧૨ થી ૧૮ દરમિયાન ભાદરવી પૂનમનો મહા મેળો યોજાયો હતો. જેમાં દૂર દૂરથી માઈ ભકતો માઁ અંબાના દર્શન કરવા અંબાજી ખાતે આવ્યા હતા. માઈ ભકતો ની સુવિધા માટે દર વષૅની જેમ ચાલુ વર્ષે પણ પાટણ એસટી વિભાગ દ્વારા પાટણ થી અંબાજી ની એકસ્ટ્રા બસો મુકવામાં આવી હતી.જેનો કુલ ૨૨૭૯૨ મુસાફરોએ લાભ લેતા પાટણ એસટી વિભાગ ને રૂ.૨૨,૭૬,૨૦૦ ની આવક પ્રાપ્ત થઈ હોવાનું સ્ટેન્ડ ઈન્ચાર્જએ જણાવ્યું હતું.