પાટણમાં શીતળા સાતમની હર્ષભેર ઊજવણી કરાઇ,શિતળા માતાના મંદિરમા દર્શનાર્થીઓની ભીડ જામી

પાટણ
પાટણ 159

પાટણમાં શિતળા સાતમ નિમિત્તે શિતળા માતાના પૂજન અર્ચન અને દર્શનાર્થે મંદિરોમાં સવારે ભીડ જામી હતી. જેમા બાળકોની બાધા-આખડીમાં મહિલાઓએ સુખડી,સાકર,કુલર અને પાણીની મટકી મૈયાના ચરણોમાં અર્પણ કરી હતી. જ્યારે આ પ્રસંગે શિતળા માતાના દર્શન કરી ગૃહિણીઓએ ઘરે ચૂલો પ્રગટાવ્યો નહોતો અને શનિવારનું રાંધણ રવિવારે ભોજનમાં લઈને ટાઢી સાતમ ઉજવી હતી. આમ પાટણના છીંડીયા દરવાજા નજીક આવેલા વર્ષોજૂના શીતળા માતાના મંદિરમાં સવારથી પૂજન અર્ચન અને દર્શનાર્થે લોકો ઉમટતા લાઈન લાગી હતી. મંદિરમાં શ્રીફળ,ચુંદડી સાથે મહિલાઓએ પૂજનઅર્ચન કર્યા હતા. પાટણ યુનિવર્સિટી રોડ પર આવેલા સિંધવાઈ માતા મંદિરમાં શિતળા માતાના દર્શનાર્થે ટીબી ત્રણ રસ્તા હાઈવેની સોસાયટીઓમાંથી મહિલા સહિત દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.