
પાટણ બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ. રાજુલબેન દેસાઈએ બ્રહ્મ સમાજ સાથે સભા યોજી
પાટણ શહેરમાં ચૂંટણી પ્રચાર ગરમાગરમ રહ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ સામાજિક બેઠકો, ડોર ટુ ડોર પદયાત્રા, રોડ શો જેવા પ્રચાર કાર્યક્રમ કર્યા હતા. પાટણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડૉ. રાજુલબેન દેસાઇએ સામાજિક અને વ્યાવસાયિક આગેવાનો સાથે મેરાથોન બેઠકોનો દોર ચલાવ્યો હતો. ત્યારે ગઈ કાલે સાંજે પાટણના સમસ્ત બ્રહ્મ સમાજની એક સભા શહેરની જનતા હોસ્પિટલ ખાતે બ્રહ્મ સમાજના છાત્રાલય ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ તથા પાટણના બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.