પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે સ્વિમિંગ પુલ માટે ફોર્મ વિતરણ કરાશે

પાટણ
પાટણ

પાટણમાં આવેલા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે સ્વિમિંગ પુલના ફોર્મનું વિતરણ અને ફી સ્વિકારવાનું આયોજન તા.04 એપ્રિલથી શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત 4 એપ્રિલ થી 8 એપ્રિલ સુધી સવારે 11.00 થી 01.00 વાગ્યા દરમ્યાન તથા બપોરે 3.00 થી 4.00 વાગ્યા દરમ્યાન ફોર્મનું વિતરણ કરવામાં આવશે.જ્યારે 11 એપ્રિલથી 13 એપ્રિલ સુધી ઉપર દર્શાવેલ સમય મુજબ ભરેલ ફોર્મ તથા ફી સ્વિકારવામાં આવશે.સ્વિમિંગ પુલમાં લિમિટેડ બેચ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.આ સિવાય કોરોના પ્રતિરોધક રસીના બંને ડોઝ લીધા હશે તેવા વ્યક્તિઓને સ્વિમિંગ માટે મંજૂરી આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.