
પાટણના સમી ખાતે 5 સેન્ટર પર ખરીદી શરૂ કરવામાં આવી
રાજય સરકારે વિવિધ પાકોનાં ટેકાના ભાવો જાહેર કર્યા છે.ત્યારે પાટણ જિલ્લાના વઢીયાળ પંથકમાં ખેડૂતો દ્વારા પકવવામાં આવતા ચણા તેમજ રાયડાના પાક માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે.જેમાં ખેડૂતોને તેમના યોગ્ય ભાવ મળી રહે તે માટે જીલ્લાના 9 તાલુકાઓમાં પીએસએસ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે.આમ આ જિલ્લો પશુપાલન તેમજ ખેતી પર આધારીત છે.આ વિસ્તારમાં ચણાનું પણ મબલખ વાવેતર થયું છે.ત્યારે સમી અને શંખેશ્વર વિસ્તારમાં ખેડૂતોએ સૌથી વધુ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા ચણામાં મણદીઠ 1167 ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે,જયારે રાયડામાં મણદીઠ રૂ.1090 ભાવ નકકી કરવામાં આવ્યો છે. ત્યારે અત્યારસુધીમાં 11475 ખેડૂતોએ ચણા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.