પાટણ : રહીશોએ કોગ્રેસ ને સાથે રાખીને થાળી વેલણ વગાડી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલ પાલિકા ને જગાડવાનો પ્રયાસ
રામનગર – હરીપુરા ના રહીશોએ ભૂગર્ભ ગટરના દુષિત પાણી અને માર્ગ પર ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે માગ કરી
સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં પાલિકા ખાતે હલ્લાબોલ કરવાની ચિમકી
પાટણ પાલિકા પ્રમુખના વોડૅ વિસ્તારમાં આવતા રામનગર – હરીપુરા માં છેલ્લા બે વર્ષ થી ભૂગૅભ ગટરના ઉભરાતા દુષિત પાણીની સમસ્યા સાથે હાલમાં શહેરમાં પડેલા વરસાદના કારણે આ નિચાણવાળા વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી ને લીધે વિસ્તારની હાલત નકૉગાર બની છે.
તો આ પાણી નિકાલની પાલિકા સતાધીશો ને અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા ન કરાતા પરિસ્થિતિ થી વાજ આવેલા વિસ્તારના રહીશોએ શુક્રવારે કોગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો ને સાથે રાખીને કુભકણૅ ની નિદ્રામાં પોઢેલી પાલિકાને જગાડવા થાળી વેલણ વગાડી પોતાના વિસ્તારની સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની માગ સાથે પાલિકા વિરુદ્ધ સુત્રોચાર કરી પાલિકામાં હલ્લાબોલ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
ત્યારે દુષિત પાણી ની સાથે વિસ્તારમાં ભરાતા વરસાદ ના પાણી ની સમસ્યાને લીધેવિસ્તારમાં સજૉતી ગંદકી થી ત્રસ્ત બન્યા હોય પાલિકા સતાધીશો સમક્ષ અનેક વખતની રજુઆત કરવા છતાં આજદિન સુધી સમસ્યાનું પાલિકા દ્વારા નિરાકરણ નહિ લવાતા લોકો ને કાદવ અને ઢીંચણ સમા ભરાયેલા પાણી માં થઈને પસાર થવા ની નૌબત આવવાની સાથે આ ગંદા અને દૂષિત પાણીમાં થઈને પસાર થતાં વિદ્યાર્થીઓને પગમાં ચામડી ના રોગ ની સમસ્યાઓ સાથે રોગચાળો ફેલાવવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
હરીપુરા વિસ્તારમાં 150 થી 200 મકાનો આવેલા છે. ત્યારે છેલ્લા બે વર્ષથી આ પ્રકારે ની સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહિ આવતા શુક્રવારે સ્થાનિક લોકોએ કોંગ્રેસના આગેવા નો,કાર્યકરો ને સાથે રાખી ને રોડપર ભરાયેલા પાણી મા ઉભા રહી થાળી વેલણ વગાડી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા પાલિકા ના સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
કોરોના બાદ પાટણ માં ભૂગર્ભ ના તેમજ વરસાદી પાણી ના નિકાલ માટે રામનગર-હરીપુરા ના સ્થાનિકો સાથે કોંગ્રેસે થાળી વેલણ વગાડી પાલિકા સતાધીશોને કોરોના જેવી મહામારી ને ભગાડવા જેમ થાળી વેલણ વગાડ્યા હતા તેવી જ રીતે આ વિસ્તારમાં સજૉયેલ ભૂગર્ભ ગટર ના ઉભરાતા દુષિત પાણીની સાથે સાથે વરસાદ ના પાણીના નિકાલ થાય તે માટે થાળી વેલણ વગાડી અનોખો વિરોધ કર્યો હોવાનું શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલે હતું.