
પાટણ પોલીસે ચોરીના રાયડાની 13 બોરી સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
અશોક લેલન કંપનીની ગાડી માં ચોરીની રાયડાની બોરી નંગ-13 સાથે ત્રણ ઈસમોને પાટણ સીટી એ-ડીવીઝન પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાટણ એસ પી દવરા જિલ્લા પોલીસને મિલ્કત સબંધી તથા ચોરી લગત પ્રવુતી અટકાવવા સારુ કરેલ સુચના આધારે મે. ના.પો.અધિ. સા. સિધ્ધપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા પો.ઇન્સ. એમ.એ.પટેલ સા.નાઓના સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બાતમી આધારે એક સફેદ કલરની અશોક લેલન્ડ કંપનીની દોસ્ત પ્લસ એલ એસ ગાડીમાં ચોરી કરેલ રાયડાની બોરી નંગ-13 સાથે શૈલેષજી ગાંડાજી અમરાજી ઠાકોર ઉ.વ-26 રહે-બોરસણ ઠાકોરવાસ તા.જી-પાટણ, ઠાકર જયમીન હસમુખલાલ નર્મદાશંકર ઉ.વ-33 રહે-હારીજ ગામ દરવાજા અંદર તા-હારીજ અને અલ્પેશજી નટુજી મણાજી ઠાકોર ઉ.વ-28 રહે-હારીજ અમરતપુરા ઠાકોરવાસ પકડી પાડી સી.આર.પી.સી -41(1) ડી મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી પાસે થી એક સફેદ કલરની અશોક લેલન કંપનીની દોસ્ત પ્લસ એલ એસ નામની ગાડી નં-જીજે-24-એક્સ-5251 કિંમત રૂપિયા 6,00,000, રાયડાની બોરી નંગ-13 કુલ 52 મણ જેની કિં રૂ-49,400 અને મોબાઈલ નંગ 3 જેની કિં રૂ-21000 મળી આવ્યા હતા.