
પાટણ નગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કરવામાં આવ્યું
પાટણ નગરપાલિકાની સ્ટ્રીટલાઇટ શાખાનાં ચેરમેનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વર્ષ 2023નાં વર્ષનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું.જેમાં આ વર્ષે સ્ટ્રીટલાઇટ શાખાનું અંદાજપત્ર રૂા.2,82,68,000નું મંજુર કરાયું હતું.આ બજેટમાં તાજેતરની સામાન્ય સભામાં દિવાબત્તી કરનાં રૂા.50થી વધારીને રૂા.100 કરવાનાં નિર્ણયને કમિટીમાં મંજુરી આપવામાં આવી હતી.આ ઉપરાંત બાકી ગ્રાન્ટની અધુરી પડેલી કામગીરી માટે 14 જેટલી જુદીજુદી ગ્રાન્ટમાંથી રૂા.1.60 કરોડનાં બાકી કામો પૂર્ણ કરવામાં આવશે તેવું નક્કી કરાયું હતું.આ ઉપરાંત પાટણમાં સ્ટ્રીટલાઇટ નાખવા માટે નિયત કરાયેલા થાંભલાદીઠ રૂા.3000નાં વિકાસફાળાની રકમ યથાવત રાખવામા આવી હતી.ત્યારે આ બેઠકમાં ચેરમેન,હિનાબેન શાહ,હિરલબેન પરમાર,દશરથભાઇ ઠાકોર,પ્રવિણાબેન પ્રજાપતિ તથા અધિકારી હર્ષદભાઇ પારેખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સ્ટોર શાખાની કમિટિની પણ બેઠક યોજાઇ હતી.જેમાં શાખાનું રૂ.3,43,60,000નું બજેટ મંજુર કરાયું હતું.