પાટણના જૂના સર્કિટહાઉસના પ્રવેશદ્વાર પાછળથી કચરાના ઢગને દૂર કરવા માંગ ઉઠવા પામી

પાટણ
પાટણ

પાટણ રેલવે ફાટકથી યુનિવર્સિટી માર્ગ પર છેલ્લા ઘણા સમયથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે.જેના કારણે અવારનવાર આ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે.ત્યારે આ માર્ગ પર આવેલ જુના વિશ્રામગૃહના મુખ્ય પ્રવેશ દ્વારની પાછળ અસહ્ય કચરાનો મોટો ઢગ છેલ્લા ધણા સમયથી પડયો હોવાથી આ મુખ્ય પ્રવેશદ્વાર સંપૂર્ણપણે નહી ખુલતાં અડધો દરવાજો રોડ તરફ બહાર રહેતો હોય છે,જેના કારણે આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓમાં રાત્રીના સમયે અકસ્માતની ભિતી સેવાઈ રહી છે.ત્યારે આ કચરાના ઢગલાને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દુર કરી સકિટ હાઉસનો પ્રવેશદ્વાર સંપૂર્ણપણે ખુલે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી રાહદારીઓ દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.