પાટણ નગર પાલિકાએ સરકારી દબાણો દૂર કરવા પોલિસની મદદ માંગી

પાટણ
પાટણ 47

રખેવાળ ન્યુઝ પાટણ  : પાટણ શહેરમાં જિલ્લા અને તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારી દબાણો દૂર કરવા માટે પાટણના કલેક્ટરે હુકમ કર્યો હતો. પરંતુ પાટણ પોલિસ વિભાગ દ્ધારા હાલમાં તમામ પોલિસ સ્ટાફ કોરોના કન્ટેઈનમેન્ટ ઝોનમાં રોકાયેલ હોઈ પોલિસ બંદોબસ્ત પૂરો નહિ પાડવાનો આદેશ આધારભૂત સૂત્રો દ્ધારા જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ નગરપાલિકાના વિસ્તારોમાં સરકારી દબાણો દુર કરવા માટે કલેક્ટર કક્ષાએથી કડવા એથી હુકમ થયેલા હોવાનુ જાણવા મળે છે. તેથી પાટણ નગરપાલિકાએ શહેરના વિવિધ સ્થળોએ આવેલા સરકારી દબાણો તાત્કાલિક દુર કરવા નિર્ણય કરાયો હતો. તેથી દબાણો દુર કરવા અંગે સ્થાનિક પાટણ પોલિસ વિભાગની મદદ માંગી હતી. પરંતુ હાલમાં તમામ સ્ટાફ કોરોના મહામારી વચ્ચે શહેરમાં વિવિધ જગ્યાએ કન્ટેઈનમેન્ટ ઝોનમાં બંદોબસ્તમાં રોકાયેલ હોવાથી પાલિકા માટે દબાણો દૂર કરવા સ્ટાફ ઉપલબ્ધ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. આથી પાટણ નગરપાલિકા દ્ધારા પોલિસ બંદોબસ્ત વિના પાલિકાના દબાણો દુર થશે કે નહિને ચર્ચાનો વિષય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.