પાટણ નગરપાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ દ્વારા નગરજનોને ખાસ અપિલ કરી

પાટણ
પાટણ

પાટણ નગરપાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસસ દ્વારા પાટણ શહેર અને જિલ્લાના નગરજનોને દિવાળીની શુભેચ્છાઓ સાથે દિવાળીના પર્વમા સુરક્ષા સાથે અપીલ કરવામાં આવી છે.પાટણ નગર પાલિકા ફાયર ઓફિસર દિવાળી પર્વમા ફટાકડા ફોડતી વખતે શું શું ધ્યાનમાં રાખવુ અને શું ના કરવું એ બાબતે જણાવ્યું હતું. જેમાં નાના બાળકોને ફટાકડા સળગાવવા આપવા નહીં, અને બાળકો ફટાકડા ફોડે તો તેમની સાથે વડીલોએ અવશ્ય હાજર રહેવું, વડીલોની હાજરીમાં જ ફટાકડા ફોડવા, સૂકી રેતી અથવા પાણી ભરેલી બે થી ત્રણ ડોલ ફટાકડા સળગાવવાના સ્થળની નજીક રાખવી, ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવા, ફટાકડા ખુલ્લી જગ્યામાં જ ફોડવા્, ફટાકડાને અગરબત્તીથી તારામંડળથી યોગ્ય અંતર રાખીને સળગાવવા, ફટાકડાને જમીન ઉપર રાખીને સળગાવવા અને તરત જ દૂર જતું રહેવુ, જો ફટાકડા ના સળગે તો તેની નજીક જઈ કેમ નથી સળગ્યો તેની તપાસ કરવાને બદલે તેની ઉપર પાણી રેડવું,


આ ઉપરાંત ફટાકડાના બોક્સ કે જથ્થાને ફટાકડા સળગાવવાની જગ્યાથી દૂર રાખવું, જ્યારે પહેરેલા કપડાં આગમાં લપેટાય, ત્યારે ચૌબો, ફટાકડાને દૂર કરો અને જમીન પર આળોટો જો આગ ઓલવી શકાય તેમ ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીંટાળો, દાઝેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાખો જયાં સુધી બળતરા થાય ત્યાં સુધી, યોગ્ય સારવાર માટે વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવો, ગીચતાવાળી, જગ્યા સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ના ફોડવા, પાર્કિંગ સ્થળ કે વાહનો નજીક ફટાકડા ના ફોડવા, રસ્તા ઉપર કે અન્ય કોઈ જાહેર સ્થળ ઉપર ફટાકડા ફોડવા નહિ.તેમજ ફટાકડાને ક્યારેય હાથમાં પકડીને ફોડવા નહિ, ફટાકડાને કોઈ પણ સમયે ખિસ્સામાં રાખવા નહિ, કોઠીને હાથમાં પકડીને સળગાવવી નહિ, ફટાકડા ફોડતી વખતે ઢીલા કે ખુલ્લા, લાંબા વસ્ત્રો પહેરવા નહિ, સળગતા ફટાકડા કોઈની ઉપર ફેંકવા નહિ, રોકેટને ઝાડ નીચે કે કોઈ અવરોધ પાસે ન સળગાવતા ખુલ્લી જગ્યામાં જ સળગાવવું, ફટાકડાને કારણે આંખમાં ઈજા થઈ હોય તો આંખો મરાળવી નહિ, તાત્કાલિક આંખોના નિષ્ણાંતનો સંપર્ક કરવો. દીપાવલી પ્રકાશનો પર્વ છે જેથી ધુમાડા કે અવાજથી તેને દૂષિત ન કરીએ. આપત કાલીન સમયે ફોન (101) ઉપર જાણ કરવી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.