
પાટણ નગરપાલિકા દ્વરારા સાત કર્મીઓનાં ટેબલોમાં ફેરફાર કરી વધારાનાની કામગીરી સોપાઈ
પાટણ નગરપાલિકાનાં 7 કર્મચારીઓની આંતરીક બદલીઓનો ગંજીપો પ્રમુખ અને ચીફ ઓફીસરે ચિપ્યો હતો, જેમાં પાલિકાની સ્વચ્છતા શાખાનાં એસ.આઇ. જગદીશભાઈ ભીલને વાહન શાખામાં મુખ્ય ટેબલ તથા બાંધકામ શાખામાં પરચુરણ ટેબલની કામગીરી સોંપાઇ છે.
વાહન શાખાનાં ક્લાર્ક જયેશ પંડ્યાને સ્ટ્રીટલાઇટ, સ્ટોર તેમજ ઈ.બા. લાગતની કામગીરી, સાલવીવાડા વોર્ડની કામગીરી સંભાળતા પાર્થ પટેલને આ વોર્ડ ઉપરાંત ઘીવટા અને રેલ્વે વોર્ડની વધારાની કામગીરી, રેલ્વે વોર્ડ, ઘીવટા વોર્ડ ઇન્સ્પેક્ટર તથા ઇ.બા. લાગતનો વધારાનો ચાર્જ સંભાળતા મુકેશ રાવલને સ્વચ્છતા શાખાનો હવાલો ફરીથી સોંપ્યો છે. જ્યારે ગુમાસ્તાધારા તથા વ્યવસાય વેરા તેમજ દુકાન ભાડાની કામગીરી સંભાળતા રઝાકભાઇ શેખને આ બે કામગીરી ઉપરાંત કારોબારી ટેબલની કામગીરી કરવાની રહેશે.
હિસાબી શાખા તેમજ સ્ટ્રીટલાઇટ શાખાની કામગીરી સંભાળતા મહેન્દ્ર કે. પટેલને ગુમાસ્તાધારા તથા વ્યવસાય વેરા ઉપરાંત સામાન્ય સભા તેમજ કારોબારીનાં ટેબલની કામગીરી સોંપાઇ છે. જ્યારે નાગરવાડા વોર્ડ તેમજ રાજકાવાડા વોર્ડની કામગીરી સંભાળતા ભરત એસ. પટેલને આ બે વોર્ડ ઉપરાંત ઢોર ડબ્બાની વધારાની કામગીરી સોંપાઇ છે.