પાટણ નગરપાલિકાએ કેટલાક કર્મચારીઓને ફરજ ઉપરાંત વધારાનાં ટેબલોની જવાબદારી સોંપી
પાટણ નગરપાલિકાનાં કર્મચારીઓને પોતાની ફરજ ઉપરાંત વધારાનાં ટેબલોની જવાબદારી સોંપી છે. એક કર્મચારીને બીજા વિભાગમાં કામગીરી કરવા બદલી કરી છે.
ચીફ ઓફીસર અને પ્રમુખે કરેલા આદેશ પ્રમાણે હાલમાં વેરાશાખા અને લીગલ શાખાની કામગીરી સંભાળતા સંજય પટેલને લગીલ શાખાની કામગીરીમાંથી મુક્ત કરીને વેરાશાખાની કામગીરી ઉપરાંત વાહન શાખાનાં મુખ્ય ટેબલની વધારાની કામગીરી સોંપાઇ છે. જ્યારે વાહન શાખાનું મુખ્ય ટેબલ સંભાળતા જગદીશ ભીલને વેરાશાખાની કામગીરી માટે બદલી કરાઇ છે.
તથા ગુમાસ્તા ધારા તથા વ્યવસ્થા વેરા ઉપરાંત સમગ્ર સભા તેમજ કારોબારીનાં ટેબલની એમ ચાર-ચાર જવાબદારી સંભાળતા રઝાક શેખને ઉપરોક્ત કામગીરી ઉપરાંત લીગલ શાખાની ટેબલની કામગીરી સોંપાઇ છે.