
પાટણ પાલિકા અને પોલીસ તંત્રએ દિવાળીના તહેવારોને અનુલક્ષીને મુખ્ય બજાર માગૅ પરના લારીઓવાળાઓને જરૂરી સુચનાઓ આપી
આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરીજનોની સુખાકારી, ટ્રાફિકની સમસ્યા અને સ્વચ્છતા સહિતના આયોજનને લઈ સોમવારે પાટણ નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકાના જવાબદાર અધિકારીઓ અને પોલીસ વિભાગના કમૅચારીઓએ શહેરના કનસડા દરવાજા થી રેલવે સ્ટેશન સુધી ના માગૅ પર પગપાળા નિકળી નિરિક્ષણ કયુઁ હતું.
દિવાળીના તહેવાર ને અનુલક્ષીને નિરિક્ષણ માટે નિકળેલા પાલિકા પ્રમુખ, સ્વચ્છતા શાખાના ચેરમેન, એસઆઈ, ફાયર સ્ટેશન અધિકારીએ મુખ્ય બજાર માગૅ પર ઉભા રહેતાં લારીઓ વાળાઓને પોતાની આજુબાજુ સ્વચ્છતા રાખવા તેમજ ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે પોતાની લારી ઊભી રાખવા સૂચના આપવામાં આવી હતી તો ફટાકડાની લારીઓ વાળા ને અને લારી આજુબાજુમાં નો સ્મોકિંગના બોર્ડ મારવા બે લારી વચ્ચે અંતર રાખવું પેટ્રોલપંપ, હોસ્પિટલ, શાળા તેમજ વિજ ટ્રાન્સફોરમરની નજીકમાં ફટાકડાનું વેચાણ નહિ કરવા અને જરૂરિયાત મુજબ જ ફટાકડા નો લારી ઉપર સ્ટોક રાખવા તેમજ ફટાકડા ની લારીઓ વાળાઓએ રેતી ની ડોલ, પાણીના ભરેલ પીપની વ્યવસ્થા પણ લારી નજીક રાખવા સુચનાઓ આપવામાં આવી હતી.પાલિકા તંત્ર ની સાથે સાથે પોલીસ વિભાગના કમૅચારીઓએ પણ દિવાળીના તહેવારો ટ્રાફિક નિયમનોનુ ચુસ્ત પાલન કરવા સુચના આપી હતી. પાલિકા અને પોલીસ ના સુચનનુ પાલન નહિ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું.