
પાટણના સાંસદે પ્રજાપતિ પરિવારને ત્યાંથી માટીના દીવા અને કોડિયાની ખરીદી કરી
દિવાળીના પવિત્ર તહેવારોમા ગરીબ પરિવારોના ઘરમાં ખુશી લાવવા અને વોકલ ફોર લોકલના શુભ વિચાર સાથે બુધવારના રોજ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી સહિત ભાજપના આગેવાનો દ્વારા શહેરના હિગળાચાચર ચોક ખાતે માટીના દિવડા બનાવી દિવાળીના તહેવારને ઓજસમય બનાવતાં પ્રજાપતિ પરિવારના ત્યાથી માટીના દિવાઓ અને કોડિયાઓ ની ખરીદી કરતાં પ્રજાપતિ પરિવારે પાટણના સાંસદ સહિત ભાજપ આગેવાનો નો આભાર પ્રગટ કર્યો હતો.
પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સાથે નાગરિક બેકના ચેરમેન સુરેશભાઈ પટેલ, પૂવૅ શહેર ભાજપ પ્રમુખ મનોજ પટેલ સહિત પ્રજાપતિ સમાજના ધર્મેશ પ્રજાપતિ,ચિતન પ્રજાપતિ, દશરથભાઈ પ્રજાપતિ એ ઉપસ્થિત રહી પ્રજાપતિ પરિવાર દ્વારા તૈયાર કરાયેલા માટીના દીવડા તેમજ માટીના રમકડાઓ શુભ દિપાવલી ના તહેવારો માટે ખરીદી લોકલ ફોર વોકલ ને મહત્વ આપવા અપીલ કરી હતી.